અમેરિકાના ન્યુયોર્ક સ્થિત પ્રેગનન્ટ પરણિત મહિલા ૩૪ વર્ષીય અમરજીત કૌર લાપતા : પ ડિસે. ર૦૧૭ના રોજ બેંકે ચેક જમા કરાવવા ગયા પછી ર જુડવા સંતાનોને સ્કૂલે તેડવા નહીં જતાં ગૂમ થઇ હોવાની પતિની પોલીસ ફરિયાદ : પ ફુટ ૪ ઇંચ ઉંચાઇ તથા ૧૯પ પાઉન્ડ વજન ધરાવતી, મધ્યમ બાંધાની મહિલા વિષે જાણ કરવા પબ્લીકની મદદ માંગતું કિવન્સ પોલીસ ડીપાર્ટમેન્ટ
ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા કિવન્સ સ્થિત ઇન્ડિયન અમેરિકન પરણિત મહિલા ૩૪ વર્ષીય સુશ્રી અમરજીત કૌર પ ડિસે. ર૦૧૭ ના રોજ બેંકમાં ચેક જમા કરાવવા ગયાં પછી લાપતા હોવાની ફરિયાદ તેના પતિએ નોંધાવી છે.
ર જુડવા ૭ વર્ષીય બાળકોની માતા તથા ૬ સપ્તાહનો ગર્ભ ધરાવતી આ મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ બંને વચ્ચે કોઇ ખટરાગ નથી તેમજ સુખી દામ્પત્ય જવી રહયા હોવાનું જણાવ્યું હતું.
બેંકે ગયા પછી તે બાળકોને સ્કૂલે તેડવા નહી જતા સ્કૂલમાંથી ફોન આવ્યો હતો તેથી તેણે પત્નીને ફોન કરતાં તે બેંક પાસે પાર્ક કરેલી મોટરમાંથી મળી આવ્યો હતો. પતિ લખવન્દર મુલતાની તથા બન્ને બાળકો તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહયા હોવાનું જણાવ્યું હતું.
પોલીસ ડિપાર્ટમેન્ટએ શોધખોળ ચાલુ કરી દીધી છે. તથા તે માટે પબ્લીકનો પણ સહકાર યોગ્ય છે. લાપતા મહિલાની વિગતમાં જણાવાયા મુજબ તે પાંચ ફુટ ૪ ઇંચની ઉંચાઇ તથા ૧૯પ પાઉન્ડનું વજન ધરાવતી મધ્યમ કદની મહિલા છે. કોઇને કંઇપણ માહિતિ મળે તો ફળ્ભ્ઝ ક્રાઇમ સ્ટોપર હોટલાઇન ૧-૮૦૦-૫૭૭-૮૪૭૭ ઉપર દ્રારા અથવા વેબસાઇટ દ્રારા જાણ કરવા વિનંતી કરાઇ છે. તેવુ ં સમાચાર સૂત્રો દ્રારા જાણવા મળે છે.