એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th November 2019

૨૦૧૯ની સાલ માટે મંજુર કરાયેલા H-1B વીઝામાં અમેરિકાની સ્થાનિક કંપનીઓનો વધુ હિસ્સોઃ સૌથી વધુ વીઝાધારકો મેળવનાર ટોપ ટેન કંપનીઓમાં ૭ અમેરિકન કંપનીઃ પ્રેસિડન્ટ ટ્રમ્પની સ્થાનિક કંપનીઓ માટેની અમેરિકન તરફદારી જવાબદાર હોવાનું તારણ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૨૦૧૯ની સાલ માટે મંજુર કરાયેલા H-1B વીઝા પૈકી ભારત કરતા સ્થાનિક અમેરિકાની કંપનીઓને વધુ વીઝાધારકો આપવામાં આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ સૌથી વધુ વીઝા ધારકો મેળવનાર ૧૦ કંપનીઓમાં ૭ અમેરિકાની કંપનીઓ છે.

આ કંપનીઓમાં ગૂગલ,એમેઝોન,એપલ, તથા ફેસબુક સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. જે માટે પ્રેસિડન્ટ ટ્રમ્પની અમેરિકાની કંપનીઓ પ્રત્યેની તરફદારી જવાબદાર હોવાનો સર્વે જણાયો છે પ્રથમ ૧૦ કંપનીઓમાં ભારતની ટાટા કન્સલટન્સી સર્વિસી તથા ટેક મહિન્દ્રાનો સમાવેશ  થાય છે.

કુલ મંજુર કરાયેલા ૮૮૩૨૪ H-1B વીઝા પૈકી ૧૨ ટકા હિસ્સો ધરાવનાર ટોપ ટેન કંપનીઓમાં ગૂગલ,એમેઝોન,ટીસીએસ, ફેસબુક,એપલ,કોગ્નીઝન્ટ,માઇક્રોસોફટ,IBM, ટેક મહિન્દ્રા તથા કેપજેમિનીનો સમાવેશ થાય છે. તેવું USCIS ડેટા દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે મંજુર કરાતા ૮૫ હજાર જેટલા H-1B વીઝામાં ભારતીયોનું પ્રમાણ ૭૦ ટકા  જેટલું હોય છે. તેમજ ટેકનોલોજી કંપનીઓને ફાળવાતા વીઝાનું પ્રમાણ પણ અન્ય કંપનીઓ કરતાં વધુ હોય છે.

(8:00 pm IST)