એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 5th November 2019

યુ.એસ.માં વર્જિનિયા સેનેટ ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી ગઝાલા હાશમી મેદાનમાં : પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ સમર્થન ઘોષિત કર્યું

યુ.એસ.માં વર્જિનિયા સેનેટ ઉમેદવાર ભારતીય મૂળના સુશ્રી ગઝાલા હાશમીને અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ સમર્થન ઘોષિત કર્યું છે.તે બદલ સુશ્રી ગઝાલાએ ખુશી સાથે આભાર તથા ગૌરવની  લાગણી વ્યક્ત કરી છે.

6 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી ગઝાલા હેલ્થકેર,સમાનતા,શિક્ષણ,ગન ક્લચર નાબુદી સહિતના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.હૈદરાબાદમાં જન્મેલા અને જ્યોર્જિયામાં ઉછરેલા સુશ્રી ગઝાલા છેલ્લા 50 વર્ષથી યુ.એસ.માં સ્થાયી થયા છે.તથા શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા છે.જો તેઓ ચૂંટાઈ આવશે તો જ્યોર્જિયામાં સૌપ્રથમ મુસ્લિમ અમેરિકન મહિલા સેનેટ મેમ્બર બનશે.

(12:38 pm IST)