યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૭ નવેં. બુધવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશેઃ સમૂહ ચોપડા પૂજન કરાવી અપાશેઃ ૮ નવેં. ગુરૂવારે સવારે ગોવર્ધન પૂજા તથા સાંજે અન્નકૂટ ઉત્સવ
મેરીલેન્ડઃ યુ.એસ.માં શ્રી મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવ.સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ મુકામે ૭ નવેં.૨૦૧૮ બુધવારના રોજ દિવાળી તહેવાર ઉજવાશે આજ ૫ નવેં.ના રોજ ધનતેરસની ઉજવણી બાદ ૭ નવેં.ના રોજ ઉજવાનારા દિવાળી તહેવાર અંતર્ગત સમુહ ચોપડા પૂજનનો સમય સાંજે ૬-૧૫ કલાકનો રાખવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન માટે Shrimangalmandir@gmail.com દ્વારા અથવા કોન્ટેક નં. શ્રી કિરણ પરીખ ૪૧૦-૪૫૬-૬૩૦૮, શ્રી સન્ની પટેલ ૪૪૩-૯૯૫-૮૦૭૦ શ્રી ઇશ્વર પટેલ ૪૪૩-૬૯૪-૩૫૪૧, અથવા મંદિર ૩૦૧-૪૨૧-૦૯૮૫ અથવા શ્રી આશિષ પરીખના કોન્ટેક નં.૪૪૩-૬૭૭-૫૦૯૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.
૮ નવેં.૨૦૧૮ ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગ્યે ગોવર્ધન પૂજા, તથા સાંજે ૫-૩૦ કલાકે અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.
૧૦ નવેં.ના રોજ હેલ્થફેર તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
તુલસી વિવાહ ઉત્સવ ૨૧ નવેં.બુધવારે ઉજવાશે.
વિશેષમાં ગુજરાતી સમાજ ઓફ મેટ્રોપોલીટન વોશીંગ્ટનના ઉપક્રમે ૧૭ નવેં. શનિવારના રોજ દિપાવલી પર્વ નિમિતે બોલીવુડ બિટસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેને મંદિરનું સમર્થન છે. તેવું મંદિરની યાદી જણાવે છે.