એન. આર. આઈ. સમાચાર
News of Monday, 9th September 2019

ભારતના ર લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજોમાં અભ્‍યાસ કરે છે : ભારત તથા અમેરિકા વચ્‍ચેના સંબંધોમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે : ન્‍યુ દિલ્‍હી મુકામે યોજાયેલા સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં અમેરિકાના અેમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરનું ઉધ્‍બોધન

ન્‍યુ દિલ્‍હી : ભારત ખાતેના અમેરિકાના અેમ્‍બેસેડર કેનેથ આઇ જસ્‍ટરે ૬ સપ્‍ટે. ર૦૧૯ના રોજ મક્કમતાપૂર્વક જણાવ્‍યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

યુ.અેસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટની ર૩૦મી જયંતિ તથા ભારત મુકામે યુ.અેસ.ના પ્રતિનિધિની રરપ મી વાર્ષિક જયંતિ નિમિત્તે રૂઝવેલ્‍ટ હાઉસ ખાતેના તેમના નિવાસ સ્‍થાને યોજાયેલા સાંસ્‍કૃતિક કાર્યક્રમ દરમિયાન તેમણે ઉપરોકત ઉધ્‍બોધન કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતું કે યુ.અેસ.ની કોલેજો તથા યુનિવર્સિટીઓમાં અંદાજે બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. તથા યુ.ેસ.ના વીસ હજાર જેટલા પૂર્વ કર્મચારીઓ ભારત તથા અમેરિકા વચ્‍ચે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આદાનપ્રદાન કરે છે.

(9:46 pm IST)