ઇન્ડિયન અમેરિકન ડો.રાજેન્દ્ર ભાયાણીને એવોર્ડઃ કોમ્યુનીટી સેવાઓ બદલ ભાજપ જનરલ સેક્રેટરી કૈલાસ વિજયવર્ગીયએ સન્માનિત કર્યા
ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન ડો.રાજેન્દ્ર ભાયાણીને ૧૮ ઓગ.૨૦૧૯ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. કેલિફોર્નિયા મુકામે ''ઇન્ડિયા ડે પરેડ''માં હાજરી આપવા આવેલા શ્રી વિવેક ઓખેરોય તથા ભાજપ જનરલ સેક્રેટરી શ્રી કૈલાસ વિજયવર્ગીયના વરદ હસ્તે તેઓને એવોર્ડ એનાયત કરાયો હતો. જે તેમની કોમ્યુનીટીની આરોગ્ય સેવાઓ માટે આપવામાં આવ્યો હતો.
ડો.રાજ ભાયાણી સુવિખ્યાત ન્યુરોસર્જન છે. ઉપરાંત સોશીઅલ વર્કર છે. તેમજ કોમ્યુનીટી લીડર તરીકે નામના ધરાવે છે.
ઉપરોકત એવોર્ડ બદલ ડો.ભાયાણીએ આભાર વ્યકત કર્યો હતો. તથા ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિન નિમિતે દેશ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ્ય દિશાએ જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
તેઓ ખ્ખ્ભ્ત્માં વિવિધ હોદાઓ સંભાળી ચૂકયા છે. તેમજ મેડીકલ ક્ષેત્રે તેઓના ૫૦ ઉપરાંત સંશોધન પત્રો પ્રસિધ્ધ થઇ ચૂકયા છે.