એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 5th September 2019

અમેરિકાના ઓકલાહામા ખાતેના ડેવિસ ટર્નર ધોધમાં ડૂબી જવાથી ભારતીય મૂળના ર સ્ટુડન્ટસનું કરૃણ મોતઃ

ટેકસાસઃ અમેરિકાના ઓકલાહામા સ્થિત ડેવિસ ટર્નર ધોધમાં ડૂબી જવાથી ર ભારતીય સ્ટુડન્ટસનું કરૃણ મોત નિપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ટેકસાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભારતના બંને સ્ટુડન્ટ ૨૨ વર્ષીય તેજા કૌશિક તથા ૨૩ વર્ષીય અજયકુમાર કોયાલમુદી મંગળવારે ધોધમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ એક સ્ટુડન્ટ તળાવમાં ડૂબી રહ્યો હોવાનું જણાતાં તેને બચાવવા બીજો સ્ટુડન્ટ પડતાં તે પણ ડૂબી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઇ માસમાં પણ ર ભારતીયો આ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

(8:56 pm IST)