એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 4th September 2019

પાકિસ્તાનમાં સૌપ્રથમવાર હિન્દુ મહિલા પોલીસ ઓફિસરની નિમણુંકઃ સિંધ પ્રાંતની યુવતિ સુશ્રી પુષ્પા કોહલીએ પ્રતિયોગિતા પરીક્ષા પાસ કરી નવા વિક્રમનું સર્જન કર્યુ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સૌપ્રથમવાર એક હિન્દુ યુવતિ મહિલા પોલીસ અધિકારી બની છે. જે વિક્રમના સર્જન કરવાનું માન સિંઘ પ્રાંતની સુશ્રી પુષ્પા કોહલીના ફાળે જાય છે. જેણે સિંધ પ્રાંતની પ્રાંતિય પ્રતિયોગિતા પરીક્ષા પાસ કરી ઉપરોકત પદ મેળવ્યું છે. તેવું પાકિસ્તાની માનવ અધિકાર કાર્યકર્તા શ્રી કપિલદેવએ ટિવટરના માધ્યમથી જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જાન્યુ.માસમાં હિન્દુ મહિલા સુશ્રી સુમન પવન બુદાની સૌપ્રથમ હિન્દુ મહિલા મેજીસ્ટ્રેટ બન્યા છે.

(9:04 pm IST)