News of Tuesday, 6th July 2021
હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી દુર્બા મિત્રાની એવોર્ડ માટે પસંદગી : વોલ્ટર ચેનિંગ કેબોટ 2021 ફેલોશીપ માટે પસંદ થયેલા 11 ફેકલ્ટી મેમ્બરમાં સ્થાન મેળવ્યું
યુ.એસ. : હાર્વર્ડ યુનિવર્સીટીએ જણાવ્યા મુજબ વોલ્ટર ચેનિંગ કેબોટ 2021 ફેલોશીપ માટે તેના 11 ફેકલ્ટી મેમ્બર પસંદ થયા છે.જેમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી દુર્બા મિત્રાનો સમાવેશ થાય છે.
સાહિત્ય ,ઇતિહાસ ,તથા કલા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવતા એવોર્ડ અંતર્ગત સુશ્રી દુર્ગાની પસંદગી તેમના લિટરેચર ' ઇન્ડિયન સેક્સ લાઈફ એન્ડ કોલોનિયલ ઓરિજિન્સ ઓફ મોડર્ન સોશિઅલ થોટ ' માટે થઇ છે.
આ અગાઉ પણ તેઓ 2019 અને 2020 ની સાલમાં જુદા જુદા એવોર્ડ મેળવી ચુક્યા છે.તેઓ ગે એન્ડ લેસ્બિયન સ્ટડી માટેના જર્નલ ' બુક્સ એન્ડ બ્રીફ ' ના એડિટર છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(6:15 pm IST)