એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th May 2018

''અમ્મા શ્રી કરૂણામયી'' :વિશ્વમાં શાંતિ તથા પ્રેમનો સંદેશ ફેલાવતા પૂજય અમ્મા ૧૦ મે થી ૧૩ મે દરમિયાન યુ.એસ.ના હ્યુસ્ટન ટેકસાસની મુલાકાત લેશે :વ્યાખ્યાન, મેડીટેશન, યજ્ઞ સહિતના કાર્યક્રમોનો લહાવો

હ્યુસ્ટન :વિશ્વ સુપ્રસિધ્ધ અમ્મા શ્રી કરૂણામયીની ર૦૧૮ વર્લ્ડ ટૂર અંતર્ગત તેઓશ્રી ૧૦ મે થી ૧૩ મે ર૦૧૮ દરમિયાન યુ.એસ.ના હ્યુસ્ટન ટેકસાસ વિસ્તારની મુલાકાત લેશે. જે અંતર્ગત તેમના વ્યાખ્યાનોનો લાભ લેવાનું તથા આશિર્વાદ મેળવવાનું આયોજન કરાયું છે.

જે મુજબ ૧૦ મે ગુરૂવારના રોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન તથા ૧૧ મે શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પ વાગ્યા દરમિયાન તથા ૧ર મે શનિવારના રોજ સવારે ૮.૩૦ થી સાંજે પ વાગ્યા સુધી યુનિટી ચર્ચ, પિરામીડ હોલ, ર૯ર૯ યુનિટી ડ્રાઇવર હ્યુસ્ટન ટેકસાસ મુકામે અનુક્રમે વ્યાખ્યાન, આશિર્વાદ, તથા મેડીટેશનનું આયોજન કરાયું છે.

૧૩ મે ર૦૧૮ રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા  દરમિયાન પવિત્ર હોમ યજ્ઞનું આયોજન કરાયું છે. જેનું સ્થળ શ્રી ક્રિષ્ના વૃંદાવન ટેમ્પલ, ૧૦રર૩, સિનોટ રોડ, સુગરલેન્ડ ટેકસાસ રાખવામાં આવ્યું છે.

આગામી રપ મે થી ૩ જુન ર૦૧૮ દરમિયાન એટલાન્ટા મુકામે પૂજય અમ્માની ઉપસ્થિતિમાં મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

તથા ર૭ જુલાઇથી ર૯ જુલાઇ ર૦૧૮ દરમિયાન દલાસ મુકામે ગુરૂ પૂર્ણિમાં પર્વ ઉજવાશે.

પૂજય અમ્મા ઇંગ્લીશમાં બોલે છે.તથા તેમના તમામ પ્રોગ્રામમાં બધા માટે વિનામૂલ્યે પ્રવેશ હોય છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)