એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th April 2021

જેની સાથે લગ્ન કરી રહ્યો હતો તે દુલ્હન સગી બહેન નીકળી : દુલ્હનના હાથ ઉપર જન્મજાત નિશાન જોઈને દુલ્હાની મા પોતાની પુત્રીને ઓળખી ગઈ : 20 વર્ષ પહેલા ખોવાયેલી પુત્રી દુલ્હનના સ્વરૂપમાં પછી મળી : લગ્ન થઇ શક્યા ? : હા, કારણકે પુત્રી ખોવાયા પછી માતાએ પુત્ર દત્તક લીધો હતો : ચીનનો અજીબોગરીબ કિસ્સો

બેજિંગ : ચીનના જિઆંગસુ પ્રાંતના સોઝોઉ ગામમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જે મુજબ  31 માર્ચના રોજ એક યુવક જેની સાથે લગ્ન કરી રહ્યો હતો તે દુલ્હન  સગી બહેન નીકળી હતી.

લગ્ન સમયે દુલ્હનના હાથ ઉપર જન્મજાત નિશાન જોઈને દુલ્હાની મા પોતાની પુત્રીને ઓળખી ગઈ હતી.તેણે નવવધૂના માતા પિતા સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે તેઓને આ પુત્રી 20 વર્ષ પહેલા સડક ઉપરથી મળી આવતા દત્તક લીધી હતી.

યુવતી પણ પોતાની જનેતા પછી મળતા ગદગદિત થઇ ગઈ હતી.તેણે જણાવ્યું હતું કે મારી માતા મને પાછી મળી તે બાબત લગ્નથી પણ મોટી ભેટ છે.

તેમછતાં યુવક યુવતીના લગ્ન થઇ શક્યા કારણકે યુવકની માતાએ  પોતાની પુત્રી ગુમ થઇ જતા એક પુત્રને દત્તક લીધો હતો. તેથી દત્તક પુત્ર અને દત્તક પુત્રીના લગ્ન થઇ શક્યા હતા.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:46 pm IST)