એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd April 2021

ગલ્ફમાં વસતા એનઆરઆઈને થતી પગારની આવક ઉપર ભારતમાં ઇન્કમટેક્સ ભરવો નહીં પડે : નાણામંત્રી નિર્મલા સિથારમણની સ્પષ્ટતા


ન્યુદિલ્હી : ગલ્ફમાં વસતા એનઆરઆઈને થતી પગારની આવક ઉપર   ભારતમાં ઇન્કમટેક્સ ભરવો નહીં પડે તેવી સ્પષ્ટતા  ભારતના નાણામંત્રી નિર્મલા સિથારમણે કરી છે.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાના એક ટ્વીટને ટાંકીને સીતારામને સ્પષ્ટ કર્યું હતું કે ફાઇનાન્સ એક્ટ 2021 અંતર્ગત  સાઉદી / યુએઈ / ઓમાન / કતારમાં વસતા  ભારતીય કામદારો પર કોઈ નવો કે વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

મંત્રીએ કહ્યું કે ફાઇનાન્સ એક્ટ, 2021 માં જણાવેલા સુધારામાં માત્ર ટેક્સ પાત્ર ગણાતી આવક વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ સુધારાથી ગલ્ફ દેશોમાં વસતા બિન-રહેવાસી ભારતીય નાગરિકો દ્વારા મેળવેલા પગારની આવકની કરપાત્રતામાં કોઈ ફેરફાર થયો નથી. ગલ્ફ દેશોમાં મળતી તેમની પગારની આવક ભારતમાં ઇન્કમટેક્સ મુક્ત રહેશે, તેવું  નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની કચેરીએ ટ્વીટ કર્યું હોવાનું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(7:20 pm IST)