એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd April 2021

યુ.એસ. સ્થિત ' પીપલ ઓફ અર્બન એન્ડ રૂરલ એજ્યુકેશન ( PURE ) ની પ્રશંસનીય કામગીરી : અમેરિકા તથા ભારતના જરૂરિયાતમંદ લોકો માટે સદાય સેવા કરવા તતપર

ફ્લોરિડા : આર્થિક રીતે વંચિત બાળકો,  યુવાનો અને વંચિત લોકોને પગભર કરી  આજીવિકા અપાવવા માટે 2016 માં સ્થપાયેલ, ફ્લોરિડા સ્થિત PURE હવે તેના 34 ચેપટર અને 300 સ્વયંસેવકોની ફોજ સાથે જરૂરિયાતમંદ લોકોને સેવા આપવા માટે સરહદો પાર પહોંચી ગયેલ છે.

PURE ના ઉપક્રમે હાથ ધરાતી જુદી જુદી પ્રવૃતિઓ અંતર્ગત સ્ટુડન્ટ્સને શિક્ષણ માટે સ્કોલરશીપ ,માસિક સ્રાવ સ્વચ્છતા પહેલ, સ્ટ્રીટ ટુ  સ્કૂલ પ્રોગ્રામ ,ગ્રીન એન્ડ એન્વાયર બેઝડ એજ્યુકેશન પ્રોગ્રામ , અને ભારત, યુ.એસ. માં કટોકટી સમયે રાહત સહિત ખોરાક, કપડા, શાળાના પુરવઠાની કીટ, પૂરગ્રસ્ત લોકો માટે ધાબળા, આગથી પ્રભાવિત, વાવાઝોડા અને કોવિડ અસરગ્રસ્ત વિસ્તારો, માટે મદદ સહીત સેવાઓ કરવામાં આવે છે. જેનો લાભ અનેક જરૂરિયાતમંદ લોકો લઇ રહ્યા છે. તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)