એન. આર. આઈ. સમાચાર
News of Monday, 6th April 2020

અમેરિકામાં કોરોના વાઇરસ સામેના જંગમાં AAPI નો સિંહ ફાળો : છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ખડે પગે આરોગ્ય સેવા આપી રહેલા ભારતીય મૂળના તબીબો

વોશિંગટન : અમેરિકામાં તબીબો ,મેડિકલ સ્ટુડન્ટ્સ ,સહીત આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા 1 લાખ ઉપરાંત  ભારતીય મૂળના લોકોંની મેમ્બરશિપ ધરાવતા સૌથી મોટા સંગઠનના સભ્યો વર્તમાન કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે જાનના જોખમે પણ લોકોને બચાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા છે.તેવું AAPI  કો-ફાઉન્ડર તથા પૂર્વ પ્રેસિડન્ટ ડો.નવીન શાહે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે હાલમાં દરેક સાતમો અમેરિકન નાગરિક અમારા સંગઠનની સેવાઓ મેળવી રહ્યો છે.અમારા મેમ્બર્સ છેવાડાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સંગઠન દ્વારા વતન ભારતમાં પણ આરોગ્ય ક્ષેત્રે બહુ મોટું યોગદાન કાયમ માટે અપાતું રહ્યું છે.

(6:16 pm IST)