એન. આર. આઈ. સમાચાર
News of Friday, 9th March 2018

યુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવા શ્રી કુલકર્ણી માટે માર્ગ મોકળોઃ ૬ માર્ચના રોજ યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા મતો મેળવ્‍યાઃ હવે ૨૨મેના રોજ અન્‍ય ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સાથે ટક્કર

ટેકસાસઃ યુ.એસ.ના ટેકસાસ સ્‍ટેટમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન પૈકી એક માત્ર શ્રી કુલકર્ણીએ ૬ માર્ચ ૨૦૧૮ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં સ્‍થાન મેળવ્‍યું છે જેઓ ૨૨મે ૨૦૧૮ના રોજ યોજાનારી પ્રાઇમરીમાં તેમના પ્રતિસ્‍પર્ધી ડેમોક્રેટ સાથે સ્‍પર્ધા કરશે.

શ્રી કુલકર્ણીને ટેકસાસના રરમા ડીસ્‍ટ્રીકટમાંથી ૩૧.૮ ટકા મતો મળ્‍યા હતા. જયારે તેમના બીજા ક્રમના પ્રતિસ્‍પર્ધીને ૨૪.૩ ટકા મતો મળતા હવે બંને વચ્‍ચે ૨૨મેના રોજ સ્‍પર્ધા થશે.

જયારે ટેકસાસના જુદા જુદા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા થઇ શકયા નથી. જેમાં ૧લા ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન તરીકે ઉમેદવારી નોંધાવનાર શ્રી રોશિન રોવજી, બીજા ડીસ્‍ટ્રીકટમાં ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવનાર શ્રી સિલ્‍કી મલિક, ૨૫મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી ચેતન પાંડા, ૨૯મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી તાહિટ જાવેદનો સમાવેશ  થાય છે.

(9:51 pm IST)