એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 7th March 2018

અમેરિકામાં કોમ્‍યુટર સાયન્‍સ તથા એન્‍જીનીયરીંગ અભ્‍યાસ માટે ભારતથી જતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૧૯ ટકાનો ઘટાડોઃ ૨૦૧૬ની સાલમાં ૯૫૯૫૦ વિદ્યાર્થીઓ સામે ૨૦૧૭ની સાલમાં ૭૭૫૦૦ વિદ્યાર્થીઓઃ ટ્રમ્‍પ શાસનમાં અભ્‍યાસ પછી રોજગારી આપવા ઉપરના અંકુશો જવાબદાર હોવાનું તારણ

હૈદ્‌બાદઃ અમેરિકામાં કોમ્‍યુટર સાયન્‍સ તથા એન્‍જીનીયરીંગ ગ્રેડ પ્રોગ્રામ્‍સ માટે ભારતથી જતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૧૯.૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું નેશનલ સાયન્‍સ બોર્ડના ડેટા દ્વારા જાણવા મળે છે.

અહેવાલમાં જણાવાય મુજબ ૨૦૧૬ની સાલમાં ઉપરોક્‍ત અભ્‍યાસ માટે જનારા ભારતના વિદ્યાર્થીઓની સંખ્‍યા ૯૫૯૫૦ હતી. જે ૨૦૧૭ની સાલમાં ‘‘૭૭૫૦૦ થઇ જવા પામી હતી. સામે પક્ષે આ અભ્‍યાસક્રમ માટે ચીનથી જનારા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો નોંધાયો હતો.

ખાસ કરીને ટ્રમ્‍પ શાસનમાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓને અભ્‍યાસ પૂરો કર્યા બાદ રોજગાર આપવા ઉપર મુકાયેલા અંકુશો આ માટે જવાબદાર હોવાનો સર્વે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(11:13 pm IST)