News of Thursday, 8th March 2018
‘‘મેડીટેશન વર્કશોપ'': યુ.એસ.માં સાન્તા મોનિકા, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૮ માર્ચના રોજ કરાયેલું આયોજનઃ મેડીટેશન સાથે ચક્ર જાગૃતિ દ્વારા વિઘ્નો પાર કરવા માર્ગદર્શન અપાશે
કેલિફોર્નિયાઃ ‘‘મેડીટેશન વર્કશોપ'' યુ.એસ.માં આવતીકાલ ૮ માર્ચ ૨૦૧૮ ગુરૂવારના રોજ રિજુવેનેશન સ્ટેશન, ૧૮૨૦ વિલશાયર, બુલવર્ડ, સાન્તા મોનિકા, કેલિફોર્નિયા મુકામ કાયાકલ્ય વર્કશોપનું આયોજન કરાયુ છે.
સાંજે ૭-૩૦ કલાકે શરૂ થનારા તથા રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચાલનારા આ વર્કશોપમાં પધ્ધતિસરના મેડીટેશન અંગે માર્ગદર્શન સાથે ચક્ર જાગૃતિ દ્વારા વિદનો પાર કરવા માટે અનુભવસિધ્ધ રહસ્યો ખુલ્લા કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:10 pm IST)