એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th March 2018

કેનેડામાં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળના ઉપક્રમે ‘‘શાકોત્‍સવ'' ઉજવાયોઃ કિર્તન ભક્‍તિ, ઉપદેશ, થાળ, આરતી, તથા સત્‍સંગ સભા બાદ સ્‍વાદિષ્‍ટ શાકનો મહાપ્રસાદ ૨૦૦ ઉપરાંત ભક્‍તોએ માણ્‍યો

ટોરોન્‍ટો : શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા તેમજ ગુરુમહારાજ ના આશીર્વાદ અને સંતો ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગુરુકુળની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - કેનેડા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય-દિવ્ય શાકોત્સવ તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ને શનીવાર ના રોજ સંતો ના સાનિધ્ય માં ખુબ હર્ષભેર રીતે ઉજવાયો. ટોરોન્ટો તેમજ આસપાસ ના વિસ્તારો માં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , હરિભક્તો તેમજ ગુરુકુળ સંસ્થા સાથે એનકેન રીતે જોડાયેલા ૨૦૦ જેટલા ભાવિક ભક્તો ઉત્સવ માં હાજરી આપી, સત્સંગ તેમજ સેવા નો અમૂલ્ય લાભ મેળવ્યો.

સભા ની શરૂઆત સુરસંગીત દ્વારા મહારાજ ના કીર્તન-ભક્તિ સાથે કરવામાં આવી. ત્યારબાદ .પૂ. શાંતિપ્રિયદાસજી સ્વામી 'સુરાખાચર ની એકાંતિકી ભક્તિ' તેમજ .પૂ. ભગવતચરણદાસજી સ્વામી 'કેવું જીવન જીવીએ તો ભગવાન રાજી થાય' એવા વિષયો પાર ખુબ સુંદર શૈલી તેમજ સરળ ભાષા માં  સુંદર ઉપદેશ ની વાતો કરી. . પૂ. ગુરુમહારાજે પણ ખાસ ટોરોન્ટો મંડળ ના સર્વે ભક્તો ને વિડિઓ દ્વારા રૂડા આશીર્વાદ પાઠવ્યા.

સભા ના અંત માં ' Mind- Puzzle Game' રમાડવામાં આવી અને વિજેતા ને સંતો ના હસ્તે આશીર્વાદ અપાવવામાં આવ્યા. ત્યારબાદ થાળ, આરતી તેમજ આભારવિધિ દ્વારા સત્સંગ સભા ની પુર્ણાહુતી કરવામાં આવી. અંત માં શાકોત્સવ નું હૃદય એવા રીંગણાં ના શાક , રોટલા, ગોળ, ઘી, માખણ,ભાખરી અને કઢી-ખીચડી નો મહાપ્રસાદ આરોગી સૌ કોઈ ધન્યભાગી બન્યા. સંતો સર્વે સ્વયંસેવકો ને બિરદાવ્યા તેમજ રૂડા આશીર્વાદ પાઠવ્યા. તેવું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેનેડા (ફોન: +1 647 642 7707) ના અહેવાલ થકી ગુરૂકુળ ન્યુજર્સીની યાદીમાં જણાવાયું છે.

(9:49 pm IST)