એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th March 2018

અમેરિકાના વર્જીનીઆમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી દીપ શ્રાનએ ઉમેદવારી પત્રક પાછુ ખેંચ્‍યુઃ ચૂંટણી કમ્‍પેનમાં સહકાર આપનાર તમામ મિત્રો તથા શુભેચ્‍છકોનો આભાર માન્‍યો

વર્જીનીઆઃ અમેરિકામાં વર્જીનીઆના ૧૦મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાસ્‍ત્રી તથા એન્‍ટ્રીપ્રિનીઅર શ્રી દીપ શ્રાનએ ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધુ છે.

ડેમોક્રેટ ઉમેદવાર તરીકે શરૂ કરેલા ચૂંટણી કમ્‍પેન બાદ તેમને પરિવાર, મિત્રો, તથા શુભેચ્‍છકોનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો હતો તે બદલ તેમણે સહુનો આભાર માનવાની સાથે રેસમાંથી નીકળી જવાનું પસંદ કર્યુ છે તેઓ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહેશે તેમજ કોમ્‍યુનીટીમાંથી ભાવિ પેઢીને નેતૃત્‍વ માટે પ્રોત્‍સાહન આપતા રહેશે તેમ જણાવ્‍યું હતું.

(9:42 pm IST)