એન. આર. આઈ. સમાચાર
News of Monday, 5th March 2018

આફ્રિકાના કેન્‍યામાં યોજાયેલી પૂજય મોરારીબાપુની રામકથા સંપન્‍નઃ વંચિત નાગરિકો માટે મદદરૂપ થવા પૂજય બાપુએ હાકલ કરતાં ૧ મિનિટમાં ૧ કરોડ રૂપિયા ભેગા થઇ ગયાઃ જય હો...

નાઇરોબીઃ આફ્રિકાના નૈરાબીમાં ૨૪ ફેબ્રુ. ૨૦૧૮ થી શરૂ થયેલી પૂજન મોરારીબાપુની રામકથા ગઇકાલ ૪ માર્ચ રવિવારના રોજ સંપન્‍ન થઇ હતી. ગુજરાતી મૂળના શ્રી કૌશિકભાઇ માણેકના યજમાનપદે યોજાયેલી આ કથામાં કેન્‍યાના પ્રથમ મહિલા સુશ્રી માર્ગારેટ મુખ્‍ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

કથા દરમિયાન પૂજય બાપુએ યજમાન શ્રી કૌશિકભાઇને પૂછયુ હતું કે અહિયા કોઇ એવો વિસ્‍તાર છે કે જયાં લોકોને પેટપુરતુ અન્‍ન પણ મળતુ ન હોય? જેના ઉત્તરમાં શ્રી કૌશિકભાઇએ અમુક વિસ્‍તારો આવા છે તેમ જણાંવતા પૂજય બાપુએ આ વંચિતોને મદદરૂપ થવા શ્રોતાજનોને વિનંતી કરી હતી. અને સહુના આનંદ અને આヘર્ય વચ્‍ચે એક જ મિનીટમાં એક કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ ગઇ હતી. જેનો ઉપયોગ અમુક વિસ્‍તારોના ભૂખ્‍યા જનોની પેટની આંતરડી ઠારવા માટે કરાશે.

પૂજય બાપુની આ કરૂણાથી ઉપસ્‍થિત લેડી માર્ગારેટ પણ પ્રભાવિત થઇ ગયા હતા. પૂજય બાપુએ જણાવ્‍યું હતું કે કેન્‍યાનો   એક પણ વ્‍યક્‍તિ ભૂખ્‍યો ન સૂવો જોઇએ.આ જવાબદારી માત્ર સરકારની જ નહીં દરેક નાગરિકની પણ છે. બાપુની કથા વિષયક આ માહિતી સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. 

(10:08 pm IST)