એન. આર. આઈ. સમાચાર
News of Monday, 4th October 2021

ફોજદારી અપીલનો ચુકાદો બાકી હોય તો પાસપોર્ટ રીન્યુ કરવાનો ઇન્કાર કરી શકાય નહીં : પાસપોર્ટ ઓથોરિટીને અરજદારનો પાસપોર્ટને રિન્યૂ કરી દેવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો

ન્યુદિલ્હી : ફોજદારી અપીલનો ચુકાદો બાકી હોય તો પાસપોર્ટ રીન્યુ કરવાનો ઇન્કાર કરી શકાય નહીં તેવી સૂચના સાથે સુપ્રીમ કોર્ટે અરજદારનો પાસપોર્ટ  રિન્યૂ કરી દેવાનો  પાસપોર્ટ ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે પાસપોર્ટનું રિન્યુઅલ માત્ર ફોજદારી અપીલની વિલંબના આધારે નકારી શકાય નહીં.

અરજદારને ભારતીય દંડ સંહિતાની કલમ 120 (B), 420, 468, 471, 477 A હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 13 (1) સાથે તેણે કરેલી અપીલ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જો કે, સજા ઘટાડીને એક વર્ષની કરાઈ હતી. હાઇકોર્ટના ચુકાદા સામેની અપીલ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે.

તેણે પાસપોર્ટ ઓથોરિટી સમક્ષ અરજી દાખલ કરી પાસપોર્ટ રિન્યુ કરવાની માંગ કરી હતી. તેમને મૌખિક રીતે જાણ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ સમક્ષ ફોજદારી અપીલ પેન્ડન્સી હોવાને કારણે પાસપોર્ટનું રિન્યુઅલ કરવામાં આવી રહ્યું નથી.

તેથી, એક ઇન્ટરલોક્યુટરી અરજી દાખલ કરીને, તેમણે 12.11.2017 ના રોજ સમાપ્ત થયેલા તેમના પાસપોર્ટના રિન્યુઅલ માટે કોઈ વાંધો ન આપવા માટે સીબીઆઈને નિર્દેશ આપવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સીબીઆઈએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે પાસપોર્ટનું રિન્યુઅલ સંબંધિત ટ્રાયલ કોર્ટ પાસેથી અરજી મેળવ્યા બાદ જ થઈ શકે છે.

આ જોગવાઈઓનો ઉલ્લેખ કરતા ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે નિરીક્ષણ કર્યું હતું કે ફોજદારી અપીલપેન્ડિંગ હોવાના કારણે પાસપોર્ટ ઓથોરિટી પાસપોર્ટના રિન્યુઅલને નકારી શકે નહીં. આથી કોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને અરજદારના પાસપોર્ટને રિન્યૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)