એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 8th August 2019

શીખ ધર્મના સ્થાપક ગુરૃ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિને માન્યતા આપતો પ્રસ્તાવ અમેરિકાની કોંગ્રેસમાં રજુઃ ડેમોક્રેટ કોંગ્રેસમેન ટી.જે.કોકસએ શીખ સમુહના અમેરિકામાં યોગદાનને ધ્યાને લઇ પ્રસ્તાવ રજુ કર્યો

વોશીંગ્ટનઃ શીખ ધર્મના સ્થાપક ગુરૃ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિની ઉજવણી માટેનો પ્રસ્તાવ યુ.એસ.કોંગ્રેસમાં ડેમોક્રેટ પ્રતિનિધિ ટી.જે.કોકસએ રજુ કર્યો છે.

પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ આ વર્ષે ઘણાં શીખ ઓર્ગેનાઇઝેશન્શ અમેરિકામાં ગુરૃનાનકની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવનાર છે. કે જેઓ શીખોના પ્રથમ ધર્મગુરૃ હતા. તેથી શીખ સમુહના અમેરિકામાં યોગદાનને ધ્યાને લઇ તેમણે ગુરૃ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિને માન્યતા આપતો પ્રસ્તાવ કોંગ્રેસમાં રજુ કર્યો છે.

(8:48 pm IST)