એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 8th July 2020

' જેવા સાથે તેવા ' : ચીને તિબેટમાં અમેરિકન ઓફિસરોને આવતા રોક્યા : અમેરિકાએ ચીનના અધિકારીઓના વિઝા રદ કરી દીધા

વોશિંગટન : છાશવારે નિત નવા ઉંબાડિયા જગાવતા ચીને તિબેટમાં આવતા અમેરિકન ડિપ્લોમેટ્સ, ઓફિસરો, પત્રકારો અને ટૂરિસ્ટસને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR) અને ત્યાંના અન્ય વિસ્તારોમાં જતા રોકી લીધા છે.જેના પ્રત્યાઘાત રૂપે અમેરિકાએ પણ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી)ના ઓફિસરોના વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ ઓફિસરો અન્ય દેશોના પ્રતિનિધિઓને તિબેટ જતા રોકી રહ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ જણાવ્યું હતું કે અમે અમેરિકા-ચીનના અંગત સંબંધો અંતર્ગત એકબીજાના દેશોમાં દરેક જગ્યાએ જવાની સંપૂર્ણ આઝાદીની માંગ કરીએ છીએ
તેમણે કહ્યું કે, ચીની ઓફિસરો તિબેટમાં અન્ય દેશોના લોકોને જવા માટે અલગ નીતિ બનાવી રહ્યા છે અને તેને લાગુ કરી રહ્યા છે. તિબેટમાં લોકોને જતા રોકવા તે માનવ અધિકારોનું હનન છે.
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા તિબેટીયન લોકોના માનવધિકારોનું સન્માન કરે છે. ત્યાં તેમનું જ શાસન હોવું જોઈએ. ત્યાંની ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાની નવી ઓળખ બનાવી જોઈએ. તે નક્કી કરવામાં આવશે કે અમેરિકન્સ ચીન અને તિબેટના દરેક હિસ્સામાં જઈ શકશે.

(6:36 pm IST)