એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th June 2018

સાઉદી અરેબિઆમાં નોકરી કરતાં ભારતીયોની મજબુરીઃ જુલાઇ ૨૦૧૮થી પરિવારને વતનમાં મોકલી દઇ એકલા રહેવાની નોબતઃ પરિવારના દરેક મેમ્બર દીઠ રહેણાંક ફી પેટે માસિક ૨૦૦ રિયાલ (અંદાજે ૩૬૦૦ રૂપિયા) વસુલવાનો કાયદો અમલી બનશે

ન્યુ દિલ્હીઃ સાઉદી અરેબિઆમાં નોકરી કરતાં ભારતીયોએ તેમના પરિવારના સભ્યોને વતનમાં પરત મોકલી દેવા પડે તેવા સંજોગોનું નિર્માણ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ સરકારની ઇંધણની મુખ્ય આવક ઘટી રહી હોવાથી દેશની અર્થ વ્યવસ્થાને અસર થઇ છે પરિણામે સ્થાનિક નિયમો કડક બનાવાયા છે. પ્રવાસીઓ પાસેથી વધુ ફી લેવા ઉપરાંત સાઉદી અરેબિઆમાં સ્થાયી થયેલા વિદેશી મૂળના નાગરિકોના પરિવારના સભ્યો દીઠ લેવાતી માસિક ફી ૧૦૦ રિયાલમાંથી જુલાઇ ૨૦૧૮ થી ૨૦૦ રિયાલ કરી નાખવામાં જુલાઇ છે. તથા ૨૦૧૯ની સાલથી વ્યકિતદીઠ ૩૦૦ રિયાલ અને ૨૦૨૦ થી ૪૦૦ રિયાલ થઇ જશે.

આ રહેણાંક ફીમાં વધારો થતા ૧ જુલાઇ ૨૦૧૮ થી ૪ વ્યકિતના પરિવારે માસિક ૮૦૦ રિયાલ લેખે વાર્ષિક  ૯૬૦૦ રિયાલ ચૂકવવાના થાય જે અંદાજે ૧ લાખ ૭૨ હજાર રૂપિયા જેટલી રકમ થઇ જાય છે. તેક્ષ મોટા ભાગના ભારતીયોએ પોતાના પરિવારના સભ્યોને વતનમાં મોકલાવું શરૂ કરી દીધુ છે. જયાં NRI સ્ટુડન્ટસ માટે CBSE અભ્યાસક્રમ સાથેની સ્કૂલો છે

સાઉદી અરેબિયામાં ૩૨ લાખ ૫૦ હજાર જેટલા ભારતીયો વસે છે. જેમાં ૪૦ ટકા કેરળના તથા ૨૫ ટકા લોકો તેલંગણાના છે. બાકીના મહારાષ્ટ્ર, યુ.પી. તથા રાજસ્થાનના છે.

(9:33 pm IST)