એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th June 2018

NRI મેરેજ ૪૮ કલાકમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાના રહેશે : નોંધણી નહીં કરાવનારની પાસપોર્ટ, વીઝા, સહિતની કામગીરી અટકાવી દેવાશેઃ મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી સુશ્રી મેનકા ગાંધીની ઘોષણાં

ન્યુદિલ્હી : ભારતના વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મીનીસ્ટર સુશ્રી મેનકા ગાંધીએ ગઇકાલે કરેલી ઘોષણાં મુજબ તમામ NRI મેરેજના રજીસ્ટ્રેશન ૪૮ કલાકમાં કરાવી લેવાના રહેશે.

અત્યારસુધી NRI મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા માટે ખાસ કોઇ મર્યાદા નહોતી. જો કે લો કમિશન રિપોર્ટ મુજબ ૩૦ દિવસમાં રજીસ્ટ્રેશન ન થાય તો રોજના પાંચ રૂપિયા લેખે પેનલ્ટી ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાય.

હવે નક્કી કરાયા મુજબ ૪૮ કલાકમાં મેરેજ રજીસ્ટ્રેશન નહીં કરાવાય તો પાસપોર્ટ, વીઝા સહિતની કામગીરી અટકાવી દેવાશે આ માટે મિનીસ્ટ્રી દ્વારા સરકયુલર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. તેમ સુશ્રી ગાંધીએ જણાવ્યું હતુંં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)