એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th June 2018

''પુલિત્ઝર સેન્ટર'' : વિશ્વ સ્તરીય પ્રશ્નો માટે નવા પત્રકારોને પ્રોત્સાહિત કરતું અમેરિકાનું ન્યુઝ મિડીયા ઓર્ગેનાઇઝેશન : ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૪૩ ફેલોમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ

વોશીંગ્ટન : યુ.એસ.ના પુલિત્ઝર સેન્ટર દ્વારા ૧૪ મે ૨૦૧૮ના રોજ જાહેર કરાયા મુજબ ૪૩ સ્ટુડન્ટસને ફેલો તરીકે પસંદ કરાયા છે. જેઓ જર્નાલીઝમ ક્ષેત્રે રસ ધરાવે છે. આ ૪૩ ફેલોમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ પણ સ્થાન હાંસલ કર્યુ છે.

વિશ્વ સ્તરીય પ્રશ્નોના અહેવાલ માટે જે તે દેશના પ્રવાસે આ નવા પસંદ કરાયેલા પત્રકારોને મોકલાશે આ માટે પસંદગી પામેલા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ જર્નાલીસ્ટસમાં દિવ્યા મિશ્રા, સ્વાનિકા બાલાસુબ્રમણ્યમ, અનિરૂધ, ગુરૂરાજ, રોહન નાયક, ઐલાશ ચૌધરી, કિરણ મિશ્રા, સહિતનાઓનો સમાવેશ થાય છે. જેઓ જુદા જુદા દેશોના પ્રશ્નો જેવા કે ગ્રીસના અનાથ બાળકો, મિગ્રેશન, ઓમાનમાં ભારતીયોની સ્થિતિ, ભૂતાનના રેફયુજી, લંડનના ઘરવિહોણાં લોકો,હયુમન રાઇટસ, સહિતના પ્રશ્નોના અભ્યાસ તથા અહેવાલ માટે જે તે દેશની મુલાકાત લેશે.

(12:52 pm IST)