એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 1st April 2021

સિંગાપુરમાં વિયેતનામી મહિલાની છેડતી કરવા બદલ ભારતીય મૂળના નાગરિકને જેલસજા : 50 જેટલા અશ્લીલ વિડિઓ મોકલી એકાંતનો લાભ લેવાની કોશિષ કર્યાનો આરોપ

સિંગાપોર : સિંગાપુરમાં 21 વર્ષીય વિયેતનામી સફાઈ કર્મચારી મહિલાની છેડતી કરવા બદલ ભારતીય મૂળના 48 વર્ષીય નાગરિકને 4 સપ્તાહની જેલસજા થઇ છે.તથા 8 હજાર સિંગાપોર ડોલરનો દંડ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ભારતીય મૂળનો નાગરિક જે ઓફિસમાં કામ કરતો હતો ત્યાં એક વિયેતનામી મહિલા સફાઈના કામકાજ માટે આવતી હતી.જેને  જાળમાં ફસાવવા માટે તેના લોકરમાં ભોજન મૂકી અશ્લીલ વિડિઓ તથા સંદેશાઓ મોકલતો હતો.દરમિયાન એક દિવસ ટોયલેટ બહારના ભાગમાં એકાંતનો લાભ લઇ તેણે મહિલાની છેડતી કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેના અનુસંધાને તેના ઉપરનો આરોપ પુરવાર થતા ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)