એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th February 2020

અમેરિકાના વર્જિનિયામાંથી કોંગ્રેસના રિપબ્લિકન ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મંગા અનંતમૂલા મેદાનમાં : હિન્દુઓના પ્રશ્નોને વાચા આપવાની ઉમ્મીદ

વર્જિનિયા : અમેરિકાના વર્જિનિયામાંથી કોંગ્રેસના રિપબ્લિકન ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મંગા અનંતમુલાએ ઉમેદવારી નોંધાવી છે.શિક્ષણ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં હિંદુઓને થતા અન્યાયને વાચા આપવાની નેમ સાથે તેમણે વર્જિનિયાના 11 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી  રિપબ્લિકન તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.જોકે ત્યાં ડેમોક્રેટ પાર્ટીનું વર્ચસ્વ છે પરંતુ હવેનો ઝોક રિપબ્લિક પાર્ટી તરફ વળી રહ્યો હોવાનું તેમનું મંતવ્ય છે.જો તેઓ ચૂંટાઈ આવશે તો વર્જિનિયામાંથી કોંગ્રેસમાં જનાર તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા બનશે

(8:24 pm IST)