એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 8th February 2020

" હિન્દ રત્ન " : ઇન્ડિયન અમેરિકન સંશોધક શ્રી છંડક બસુને એવોર્ડ : ભારતના 71 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુદિલ્હીમાં સન્માન

કેલિફોર્નિયા : અમેરિકામાં  કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સીટીના બાયોલોજી  પ્રોફેસર શ્રી છંડક બસુને ભારતના 71 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યુદિલ્હીમાં સન્માન કરી 25 જાન્યુઆરીના રોજ " હિન્દ રત્ન " એવોર્ડ અપાયો હતો
તેમના છોડ અને પર્યાવરણ સહિતના સંશોધનોને ધ્યાને લઇ ઉપરોક્ત એવોર્ડથી તેમને સન્માનિત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે દર વર્ષે જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર 25 એન આર આઇ ને હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.જે પૈકી શ્રી બસુને સુશ્રી મીરાંકુમારીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા

(1:57 pm IST)