એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 8th January 2020

H-1B વિઝાની ભલામણ કરતી 11 કંપનીઓ ઉપર પ્રતિબંધ : અમેરિકન કર્મચારીઓના ભોગે વિદેશી કર્મચારીઓને નોકરી અપાતી હોવાનો લેબર ડિપાર્ટમેન્ટનો આક્ષેપ : 11 કંપનીઓ પૈકી 6 કંપનીઓ ભારતીયોને સ્પોન્સર કરનારી હતી

વોશિંગટન : વિદેશી કર્મચારીઓને  નોકરીમાં રાખવા માટે H-1B વિઝાની ભલામણ કરી  સ્પોન્સર કરતી અમેરિકાની કંપનીઓ પૈકી 11 કંપનીઓને આ વિઝા આપવા માટે પ્રતિબંધ મુકાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ 11 કંપનીઓ પૈકી 6  કંપનીઓ ભારતીયોને વિઝા આપવા ભલામણ કરનારી હતી.

અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા મુકાયેલા આ પ્રતિબંધનું કારણ આપતા જણાવાયું છે કે તેઓ H-1B વિઝા માટેના નિયમોનો ભંગ કરી રહી હતી.આ નિયમ મુજબ અમેરિકન કર્મચારીઓની નોકરીના ભોગે વિદેશી કર્મચારીને સ્પોન્સર કરી શકાતા નથી પરંતુ આ 11 કંપનીઓએ આ નિયમનો ભંગ કર્યાનું જાણવામાં આવતા હાલની તકે તેઓ ઉપર ઉપરોક્ત પ્રતિબંધ લાદી દેવાયો છે. જે 6 માસથી 2 વર્ષ સુધીનો હોઈ શકે છે.

(1:35 pm IST)