News of Friday, 6th December 2019
અમેરિકા તથા ભારતના જરૂરીયાતમંદ લોકોની વહારે 'ઇન્ડિયન અમેરિકન નોન પ્રોફીટ ચેરીટેબલ ટ્રસ્ટ '': આશ્રય, ખોરાક, તબીબી સારવાર સહિત જુદા જુદા પ્રોજેકટ માટે ર લાખ ડોલરનું ડોનેશન આપ્યું.

વોશિંગ્ટનઃ યુ.એસ.માં સમાજસેવા ક્ષેત્રે કાર્યરત 'ઇન્ડિયન અમેરિકન નોનપ્રોફીટ ચેરીટેબલ ટ્રસ્ટ' એ જુદા જુદા હેતુઓ માટે ર લાખ ડોલરનું ફંડ ફાળવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ફાઉન્ડેશન દ્વારા ફાળવાયેલા ફંડ અંતર્ગત કેલિફોર્નિયામાં આગથી બેઘર તથા અસહાય બનેલા લોકો માટે રેડક્રોસના માધ્યમ દ્વારા રપ૦ પરિવારોને આશ્રય, ખોરાક તથા તબીબી સારવાર પૂરા પડાયા હતા. ઉપરાંત હોસ્પિટલ પ્રોજેકટ (સુનિલ ગાવસ્કર H2H હોસ્પિટલ)ના માધ્યમથી જરૂરીયાતમંદ પરિવારો જુદા જુદા દર્દો માટે તબીબી સારવાર તેમજ ભારતના વોટર કન્ઝર્વેશન પ્રોજેકટ, સહિત વિવિત પ્રોજેકટ માટે ઉપરોકત કુલ રકમ ફાળવવામાં આવી હતી.
(10:04 pm IST)