એન. આર. આઈ. સમાચાર
News of Friday, 6th December 2019

અમેરિકાના હયુસ્ટનની પોસ્ફ ઓફિસ સ્વ. સંદિપસિંહ ધાલીવાલના નામથી ઓળખાશેઃ કોંગ્રેસમાં પેશ કરાયેલો પ્રસ્તાવ

હયુસ્ટનઃ અમેરિકાના હયુસ્ટનમાં આવેલી એક પોસ્ટ ઓફિસનું નામ દિવંગત શીખ પોલીસ  અધિકારી સંદિપસિંહ ધાલીવાલના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ કોંગ્રેસમાં પેશ થયો છે.

સ્વ. સંદિપસિંહે હયુસ્ટનના એકમાત્ર અને સૌપ્રથમ શીખ પોલીસ અધિકારી હતા. જેઓને શીખ ધર્મની ઓળખ અનુસાર દાઢી, મુછ, રાખવાની તથા પાઘડી પહેરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેઓ ર૭ સેપ્ટે. ના રોજ નોકરી ઉપર હતા ત્યારે કોઇએ તેમના ઉપર ગોળીબાર કરી હત્યા કરી હતી.

 

(10:06 pm IST)