એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 5th December 2019

''ઓબેસીટી અવેરનેસ કમ્પેન'': મેદસ્વીતા થતી અટકાવવા AAPI દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશઃ ૨૮ નવેં.થી ર સપ્તાહ સુધી ચાલનારી આ ઝુંબેશ દરમિયાન ૨૦૦ જેટલા ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન્શ ઓર્ટેન્ટીકાના બ્રાઝિલ તથા આર્જેન્ટીનાનો પ્રવાસ કરશે

એન્ટાર્ટીકાઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન્શનું સૌથી મોટા ગણાતા ઓર્ગેનાઇઝેશન ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ના ઉપક્રમે ૨૮ નવેં.૨૦૧૯ થી ર સપ્તાહ માટે ''ઓબેસીટી અવેરનેસ કમ્પેન'' શરૂ કરાયું છે.

આ કમ્પેન અંતર્ગત ૨ સપ્તાહ દરમિયાન એન્ટાર્ટિકાની ટુરનું આયોજન કરાયું છે. જેમાં ૨૦૦ જેટલા લીડર્સ જોડાયા છે. જેઓ બ્રાઝિલ તથા આર્જેન્ટીનાનો પ્રવાસ કરી મેદસ્વીતા થવાનું કારણ તથા તે સામે રાખવાની થતી જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવશે.

જે માટે ક્રુઝ ફેમીલી ચેર ડો.વંદના અગ્રવાલ તથા ડો.ક્રિશનકુમારના નામોની AAPI પ્રેસિડન્ટ  ડો.રવિ કોલ્લીએ ઘોષણાં કરી હતી. જેઓ પ્રોગ્રામ આયોજક તરીકે ફરજ બજાવશે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)