એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th December 2018

ઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને “ ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 “ એનાયત : યુ.એન.ના ઉપક્રમે રોમમાં યોજાયેલ સમારંભમાં બહુમાન કરાયું

રોમ : અમેરિકાની ઓહિયો યુનિવર્સીટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી રતન લાલને  ગ્લિનકા વર્લ્ડ સોઇલ પ્રાઈઝ 2018 એનાયત કરાયો છે.રોમ હેડક્વાટર ખાતે યુ.એન.ના ફુડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઈઝેશનના  ઉપક્રમે યોજાયેલ સમારોહમાં તેમને ઉપરોક્ત પ્રાઈઝ આપી બહુમાન કરાયું હતું

  શ્રી લાલ ઇન્ટરનેશનલ યુનિઅન ઓફ સોઇલ સાયન્સ પ્રેસિડન્ટ છે.જેમને સોઇલ મેનેજમેન્ટ એન્ડ સોઇલ રિસોર્સીસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાનને લઈને બુધવારે વર્લ્ડ સોઇલ ડે નિમિતે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેઓ પાકિસ્તાનના પંજાબથી 1947 ની સાલમાં રેફ્યુજી તરીકે ભારત આવ્યા હતા.તથા ભારતમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થયા છે.ખેતીવાડી ક્ષેત્રે સંશોધનો માટે તેઓ વિશ્વ પ્રસિદ્ધ છે.

(7:30 pm IST)