એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th December 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા

વોશિંગટન :  નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી દ્વારા પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ મુજબ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2382  જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે જેમાં ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ છે.તેઓને અમેરિકાની જુદી જુદી 86  જેલોમાં રાખવામાં આવ્યા છે.જેઓ વતનમાં હિંસા અથવા સતામણીનો ભોગ  બની રહ્યા હોવાથી અમેરિકા નાસી આવ્યા છે.તથા હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બન્યા છે.

(7:29 pm IST)