એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th December 2018

અમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ

યુ.એસ.: ફેડરલ જજના હુકમ છતાં ટ્રમ્પ વહીવટી તંત્રએ અમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી 21 જુન પછીથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો ને માબાપથી વિખુટા કરી દીધાનું સરકારી આક્ડાઓના આધારે એસોસિએટ પ્રેસની યાદીમાં જણાવાયું છે.જોકે બચાવમાં વહીવટી તંત્ર દ્વારા જણાવાયા મુજબ આ બાળકોના માતા પિતા ગુનાહિત માનસ ધરાવનારા છે.અમે આ બાળકોની પૂરતી અને યોગ્ય સંભાળ લઇ રહ્યા છીએ પરંતુ લાંબા સમય પછી આ બાળકો અને તેમના માતાપિતા એકબીજાને ઓળખી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે.

(8:56 am IST)