એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 5th December 2018

અમેરિકામા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોની સંખ્યામાં 140 ટકાનો વધારો

વોશિંગટન : અમેરિકામાં છેલ્લા એક જ દસકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોની સંખ્યામાં 140 ટકાનો વધારો નોંધાયો હોવાનું પ્યુ  રિસર્ચ સેન્ટરે 27 નવે.ના રોજ જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું છે.સામે પક્ષે ગેરકાયદે વસવાટ કરનારાઓ તમામ દેશોના નાગરિકોની  સંખ્યામાં છેલ્લા એક દસકામાં ઘટાડો નોંધાયો છે.

 રિપોર્ટમાં દર્શાવાયા મુજબ 2007 ની સાલમાં અમેરિકામાં 3 લાખ 25 હજાર ભારતીયો ગેરકાયદે વસવાટ કરતા હતા.તેની સામે માત્ર એક જ દસકામાં આ સંખ્યા વધીને 4 લાખ 75 હજાર થઇ જવા પામી છે.આ અહેવાલ મુજબ ભારતીયોની અમેરિકામાં કુલ સંખ્યા 30 લાખ છે જે પૈકી દર છઠ્ઠો નાગરિક ગેરકાયદે વસવાટ કરી રહ્યો છે.

(11:38 am IST)