એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 4th December 2018

''ક્રિસમસ પાર્ટી'': યુ.એસ.માં ઝી ટીવી તથા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે ૧૫ ડિસેં. ૨૦૧૮ના રોજ થનારી શાનદાર ઉજવણીઃ રોયલ આલ્બર્ટ પેલેસ, ન્યુજર્સી મુકામે યોજાનારી પાર્ટીમાં બાળકો માટે લાઇવ સાન્તા કલોઝ, તથા તમામ ઉંમરના લોકો માટે મ્યુઝીક, ડાન્સ, ખાણીપીણી, નેટ વર્કીગ, ફોટો, વીડિયો, સહિત વિવિધ મનોરંજનની ભરમાર

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઝી ટીવી તથા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઇન્કના ઉપક્રમે ૧૫ ડિસેં. ૨૦૧૮ના રોજ ૩૦મી વાર્ષિક ક્રિસમસ પાર્ટીનું આયોજન કરાયું છે.

રોયલ આલ્બર્ટ પેલેસ, ન્યુજર્સી મુકામે થનારી ઉજવણી સાંજે ૬ વાગ્યાથી શરૃ થશે. જેમાં બાળકો માટે લાઇવ સાન્તા કલોઝ સહિત તમામ ઉંમરના લોકો માટે વિવિધ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગીફટ તથા ડી.જે.સિંગર રાકેશ રાજ મનોરંજન સાથે વેજીટેરીઅન તથા નોન વેજીટેરીઅન એપિટાઇઝર્સનો સમાવેશ થાય છે. રાત્રિના ૮ વાગ્યા સુધી ચાલનારી ઉજવણીમાં ડ્રીન્કની પણ વ્યવસ્થા કરાઇ છે. કલરફુલ ડાન્સ, સુમધુર ગીતો, નેટ વર્કીગ, ક્રિસમસ બેગ, તથા ગીફટના આકર્ષણ સાથેની આ ઉજવણીમાં ક્રિસમસ મેમરી રૃપે ફોટો વીડિયો ટીમ પણ હાજર રહે છે.

શહેરની શ્રેષ્ઠ ગણાતી આ ક્રિસમસ પાર્ટીમાં ટિકિટ, સ્પોન્સરશીપ સહિતની વિગતો માટે શ્રી પ્રદિપ (પિટર) કોઠારીનો કોન્ટેક નં.૭૩૨-૨૫૯-૬૮૭૪, અથવા ૭૩૨-૨૮૩-૯૬૯૬ અથવા ૭૩૨-૨૮૩-૧૨૩૪ દ્વારા સંપર્ક સાધવા શ્રી પ્રદીપ (પિટર)કોઠારી ઇમેલ peter@quicktravelinc.com ની યાદીમાં જણાવાયું છે.

 

(9:26 pm IST)