એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 4th December 2018

બ્રામીન સમાજ ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે એડિસન ન્યુજર્સી મુકામે 30 મો વાર્ષિક ગાલા ડિનર પ્રોગ્રામ યોજાયો

 ન્યુજર્સી : બ્રામીન સમાજ ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે 19 નવે. 2018 ના રોજ ઈલોરા બેન્કવેટ હોલ, એડિસન ન્યુજર્સી મુકામે 30 મો વાર્ષિક ગાલા ડિનર પ્રોગ્રામ યોજાઈ ગયો.મ્યુઝિકલ નાઈટ અને સ્વાદિષ્ટ ભોજન સાથે આયોજિત પ્રોગ્રામમાં મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ, સમાજના ચેરમેન શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી,શ્રી પિનાકીન પાઠક,શ્રી જસભાઈ,શ્રી કૌશિક વ્યાસ,શ્રી પરેશ ત્રિવેદી સહિતનાઓએ ઉદબોધન કર્યું હતું તથા આમંત્રિત મહેમાનો તથા સ્પોન્સર્સ નું કમિટી દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું જેમાં પદ્મશ્રી શ્રી સુધીરભાઈ, પદ્મશ્રી શ્રી એચ.આર શાહ,શ્રી અરવિંદ ભટ્ટ,શ્રી પિનાકીન પાઠક,શ્રી ભાગવત પંડ્યા,શ્રી કૌશિક વ્યાસ,શ્રી પરેશ ત્રિવેદી,સહિતનાઓનો સમાવેશ થતો હતો.

 બાદમાં મ્યુઝિકલ નાઈટ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી સહુ છુટા પડ્યા હતા તેવું શ્રી કૌશિક વ્યાસની યાદી જણાવે છે.

(12:56 pm IST)