એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 4th December 2018

10 નવે.થી ગુમ થયેલા લેસ્ટર સ્થિત ગુજરાતી પરેશ પટેલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો : મોતનું કારણ જાણવા પોલીસતંત્રની મથામણ

લેસ્ટર : યુ.કે.ના લેસ્ટરમાં  સ્થાયી થયેલા ગુજરાતી મૂળના 48 વર્ષીય શ્રી પરેશ પટેલ 10 નવે.થી ગુમ હતા.તેમના પત્ની તથા 2 બાળકોનો પરિવાર ચિંતાતુર હતો.તેમના બંને બાળકોએ ડેડી પાછા આવો  તેવા પોસ્ટર સાથે રેલી પણ કાઢી હતી જેમની સાથે 500 જેટલા લોકો જોડાયા હતા.

   પરેશની પત્ની કલ્પનાએ પરેશ પરત આવે તે માટે એક ભાવુક વીડિયો મેસેજ પણ શૅર કર્યો હતો.પોલીસે કહ્યું કે, મૃતકની ઓળખ 48 વર્ષીય પરેશ પટેલ તરીકે થઇ છે. તેઓ 10 નવેમ્બરના રોજ સાંજે ઘરેથી નિકળ્યા હતા, તે સમયે તેઓને અંતિમ વખત જોવામાં આવ્યા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે અને અન્ય ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

 પોલીસ આ મોતને સંદિગ્ધ સંજોગોમાં થઇ હોવાનું માની તપાસ શરૂ કરી દીધી

પરેશ અને કલ્પનાના બે દીકરા કિયાન (12) અને હર્ષલ (9) છે. પરેશનું શબ મળ્યા બાદ પરિવારે કહ્યું કે, આખો પટેલ પરિવાર મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. પોલીસે આ સમયમાં સાથ આપ્યો તે બદલ તેઓનો ધન્યવાદ.પોલીસ અને અન્ય સંબંધીઓ દરેક સમયે અમારી સાથે રહ્યા. તમારાં પ્રયત્નોથી જ પરેશ અંગે જાણકારી મળી શકી.પરેશને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આખા વિસ્તારમાં તેઓના પોસ્ટર લગાવ્યા હતા. તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)