એન. આર. આઈ. સમાચાર
News of Monday, 3rd December 2018

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે હોટ ફેવરિટ ગણાતા સુશ્રી કમલા હેરિસ રજાઓમાં પોતાના નિર્ણયની ઘોષણા કરશે : ડેમોક્રેટિક પાર્ટીના પ્રથમ પાંચ સંભવિત ઉમેદવારોમાં સ્થાન ધરાવતા ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા આગામી રજાઓમાં પોતાના પરિવાર સાથે ચર્ચા કરી નિર્ણય લેશે

વોશિંગટન : ભારતીય મૂળના સૌપ્રથમ સેનેટર મહિલાનું નામ આગામી 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવારોમાં હોટ ફેવરિટ ગણાય છે.તેઓ ડેમોક્રેટિક પાર્ટીના પ્રથમ પાંચ ઉમેદવારોમાં પાંચમું સ્થાન ધરાવે છે.54 વર્ષીય મહિલા એટર્નીને અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ અંગે આગામી રજાઓમાં પોતાના પરિવારજનો સાથે ચર્ચા કરી નિર્ણય લેશે

 ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાશનકાળ દરમિયાન તેઓ પ્રેસિડન્ટના ખુબ નજીકના સમર્થક ગણાતા હતા.તથા ફિમેલ ઓબામા તરીકે ઓળખાતા હતા.

(5:57 pm IST)