એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 7th November 2020

ધોરાજીનાં વાડોદર ગામનું નામ અમેરિકામાં ગુંજ્યું: એમી બેરા ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા

ધોરજી,તા. ૭: ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની અમી બેરા કેલિફોર્નિયાથી અમેરીકન સંસદમાં સંસદ સભ્યતરીકે વિજેતા બનેલ છે.

આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર આગેવાન અને મૂળ ગુજરાતી જય પટેલ એ જણાવેલ હતુ કે ધોરાજી તાલુકા ના વાડોદર ગામના બાબૂભાઈ બેરા ના પૂત્ર અમી બેરા એ અમેરિકાના કેલિફોર્નિયા થી બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદ માં સંસદ સભ્ય તરીકે ચૂંટાતા વાડોદર ગામ સાથે ગૂજરાતનું ગોરવ વધારેલ છે.

ધોરાજી તાલુકાના વાડોદર ગામના કડવા પાટીદાર સમાજના અગણી અમેરિકન સંસદ ચૂંટણીમાં સસંદસભ્ય તરીકે વિજેતા બન્યાના સમાચારો ગ્રામજનોને મળતાં ગામજનો એ મીઠાઈ વિતરણ કરી ખુશી યકત કરાઈ હતી .

અમેરિકાથી જય પટેલ જણાવેલ કે અમી બેરા સતત ત્રીજી વખત યુએસ કોંગ્રેસમાં ચૂંટાયાછે.

મૂળ ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાળોદર ના ભારતીય અમેરિકન અમી બેરા સતત ત્રીજી વખત યુએસ કોંગ્રેસમાં સેનેટર ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસમાં ચૂંટાયેલા મૂળ ભારતીયોની સંખ્યા પાંચ પર પહોંચી છે. અમી બેરા ત્રીજી વખત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૫૧ વર્ષનાં અમી બેરા પહેલી વખત ત્રણ મૂળ ભારતીય અમેરિકનો સાથે યુએસ કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં ઈલિનોઈસનાં રાજા ક્રિષ્ણમૂર્તિ, વોશિંગ્ટનનાં પ્રમિલા જયપાલ અને કેલિર્ફિોનયાનાં આર. ઓ. ખન્નાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોથા મૂળ ભારતીય કમલા હેરિસ પણ સંસદમાં ચૂંટાઈ આવ્યા છે. અમી બેરાએ સેક્રામોન્ટો કાઉન્ટીનાં શેરિફ રિપબ્લિકન સ્કોટ જોન્સને હરાવ્યા હતા. બેરાને ૧,૨૯,૦૬૪ મત મળ્યા હતા જયારે સ્કોટને ૧,૨૩, ૦૫૬ મત મળ્યા હતા.

અમી બેરાએ ભારતીય અમેરિકન તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવાનો રેકોર્ડ બનાવ્યો.

અમી બેરાનો વિજય થતા તેઓ સતત ત્રીજી વખત યુએસ કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલા ભારતીય અમેરિકન બન્યા છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ ૧૯૫૭-૧૯૬૩માં કોંગ્રેસમેન દિલીપસિંહ સૌંડ સતત ત્રણ મુદત માટે ચૂંટાઈ આવેલા મૂળ ભારતીય હતા. આ અગાઉ બેરા ૨૦૧૨ અને ૨૦૧૪માં અનુક્રમે ૯૧૯૧ અને ૧૪૫૫ મત સાથે વિજયી બન્યા હતા. યુએસ કોંગ્રેસની ચૂંટણી લડવા માટે ઓબામાએ બેરાની પસંદગી કરી હતી તેમજ અગાઉ અમી બેરા ના ચૂંટણી પ્રચાર માટે બિલ કિલન્ટન પણ પ્રચાર કર્યો હતો તે ગુજરાત માટે ગૌરવની વાત છે.

અમી બેરા અમેરિકાની અંદર સારા એમ.ડી. ડોકટર છે અને તેઓ છેલ્લા ત્રણ વખતથી અમેરિકન સાંસદ તરીકે ચૂંટાતા તેઓ જુદી જુદી કમિટીમાં પણ કામ કર્યું છે અને શ્રેષ્ઠ કામગીરીમાં પણ તેઓનું નામ છે.

ડો અમી બેરા ના પિતાશ્રી બાબુભાઇ બેરા ભારતના વતની હતા અને તેઓ અમેરિકામાં સ્થાયી થયા પછી ૧૯૬૫માં અમી બેરા નો અમેરીકામાં જન્મ થયો છે જેથી તે અમેરિકન નાગરિક તરીકેનો દરજ્જો ધરાવે છે અને તેમણે સાંસદ તરીકે ચૂંટાવા નો સંપૂર્ણ અધિકાર મળ્યો છે ભવિષ્યમાં અમેરિકન કેબિનેટની અંદર પણ સ્થાન પામે તો નવાઈ નહીં તેમ અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર અગ્રણી અને આપણા ગુજરાતી જય પટેલે જણાવ્યું હતું.

(10:47 am IST)