એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th October 2019

ભારતીય પત્રકાર મહિલા સુશ્રી રાણા અયુબ વોશીંગ્ટન પોસ્ટમાં જોડાયાઃ અમેરિકાના સુપ્રસિધ્ધ વર્તમાનપત્રમાં ભારતીય રાજકારણની છણાંવટ કરશે

મુંબઇઃ ભારતીય પત્રકાર રાણા અયુબ અમેરિકાના સુપ્રસિધ્ધ વર્તમાનપત્ર વોશીંગ્ટન પોસ્ટમાં જોડાયા છે. તેઓ આ વર્તમાનપત્રના આંતર રાષ્ટ્રિય વિભાગમાં ભારતીય રાજકારણની છણાંવટ કરશે.

ઉલ્લેખનીય છે કે તેઓ 'તહેલકા' મેગેઝીનના પૂર્વ તંત્રી રહી ચૂકયા છે. તથા ભારત સરકારની નીતિ રીતિઓ વિરૂધ્ધ લખવા માટે પ્રખ્યાત થયેલા છે. તથા ''ગુજરાત ફાઇલ્સઃ એનેટોમી ઓફ એ કવર અપ'' ના લેખક છે મુંબઇ સ્થિત રાણા અયુબ હવે વોશીંગ્ટન પોસ્ટમાં ભારતના રાજકારણ વિષે નિયમિત પણે કોલમ લખશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(7:35 pm IST)