એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th October 2019

અમેરિકા ખાતે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સનાતન મંદિરમાં અંબામાની સમક્ષ રાસ ગરબાની રમઝટ બોલાવતા ગુજરાતી ભાઇઓ અને બહેનો

અમદાવાદ તા. 7 અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સીટીમાં ૫૦ એકરમાં પથરાયેલ એસજીવીપી ગુરુુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સનાતન મંદિરમાં તાજેતરમાં જ SGVP છારોડીના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી  માધવપ્રિયદાસજી સ્વામીની હસ્તે વૈદિક વિધિ સાથે ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી ભારતીય હિન્દુ પરંપરાના આરાધ્ય દેવો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રામસીતાજી, તિરુપતિ બાલાજી, રાધાકૃષ્ણદેવ, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, વગેરે ૧૮ પ્રતિમાઓ પધરાવવામાં આવીછે.

સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પૂજ્ય ધર્મપ્રિયદાસજીદાસજી સ્વામી તથા દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોર્જિયા ખાતે નવરાત્રિ પ્રસંગે ધામધૂમથી અંબામાની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

      સવાનાહ સીટીની અાજુબાજુ ચરોતર, ગુજરાત પ્રદેશ તેમજ અન્ય ઘણાં ભારતીય પરિવારો  વસે છે. તેઓ નવરાત્રિનાં ઉત્સવમાં મા અંબાજીમાની આરતીનો લાભ લે છે અને ભારતથી આવેલી સંગીતકારોની ટીમના ગીતોની સુરાવલી સાથે ભક્તિભાવથી રાસ-ગરબા રમે  છે.

 

(12:40 pm IST)