એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th September 2018

''હિમાલય હેરિટેજ ટુ હયુસ્ટન'' ઃ યોગા, મેડીટેશન, વેદંાતા, ફાઇન આર્ટસ, તથા ધર્મ દ્વારા ઉર્જા મેળવી દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરવાની માસ્ટર કી ઃ યુ.એસ. ના હયુસ્ટનમાં રર તથા ર૬ સપ્ટે. ર૦૧૮ ના રોજ હિમાલયના સિદ્ધ સંત પૂજય સ્વામી વિધાધિશાનંદજીના વ્યાખ્યાનનો લહાવો

અમેરિકાના હયુસ્ટનમાં ૧૬ સપ્ટે. થી ૩ ઓકટો ર૦૧૮ દરમિયાન હિમાલયના સિદ્ધ સંત પૂ. સ્વામી વિધાધિશાનંદજીના પ્રવાસનું આયોજન છે.

સંસ્કૃત  ભાષાના પ્રકાંડ પંડિત તેવા સ્વામીશ્રી આયુર્વેદ, ધર્મ મેડીટેશન, ફલોસોફી, મ્યુઝીક યોગા, તથા આર્ટ સાથે ઉર્જા મેળવી લાંબુ જીવન જીવી શકવા તથા નિરોગી અને સુખી જીવન જીવવા ભારતીય ફિલોસોફી સાથે માર્ગદર્શન આપશે. જે અંતર્ગત રર સપ્ટે. ના રોજ '' સિક્રેટસ ઓફ લોન્ગેવિટી એન્ડ વિટાલીટી'' વિષય ઉપર ઇન્ડિયા હાઉસ હયુસ્ટન ટેકસાસ  મુકામે તેમનું વ્યાખ્યાન યોજાયું છે. જેનો સમય સાંજના ૬ વાગ્યાનો રહેશે જેમાં રજીસ્ટ્રેશન કરાવી વિના મૂલ્યે પ્રવેશ મેળવી શકાશે.

ર૬ સપ્ટે. ના ચાર ધામ ટેમ્પલ વુડલેન્ડ ટેકસાસ મુકામે સાંજે ૭ વાગે 'ૅ' પ્રેકટીસિંગ ધર્મા ઇન ધ ફેસ ઓફ મોર્ડર્નિઝમ'' વિષય ઉપર તેઓ વ્યાખ્યાન આપશે. જેમાં પણ વિનામૂલ્યે પ્રવેશ છે. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)