એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th July 2021

દુનિયાને નવા યુગની ટેક્નોલોજીની ભેટ આપનાર ઈલોન મસ્કનું નવું પ્રિ--ફેબ્રિકેટેડ ઘર માત્ર ૫૦ હજાર ડૉલરનું અને માત્ર 375 સ્કવેર ફુટનું જ છે -બોલો લ્યો...

દુનિયાના સૌથી વધુ અમીરોમાં સ્થાન ધરાવતા અબજોપતિ ઈલોન મસ્કનું પ્રેરણાદાયી જીવન : જૂન માસમાં અમેરિકાના ટેક્સાસમાં 50 હજાર ડોલર ( અંદાજે 37 લાખ રૂપિયા ) ના મકાનમાં રહેવા ગયા પછી ખુશખુશાલ : The SpaceX ફાઉન્ડર એલને ટેક્સાસમાં લીધેલું 375 સ્કવેર ફૂટનું મકાન તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ

ટેક્સાસ : દુનિયાના સૌથી વધુ અમીરોમાં સ્થાન ધરાવતા અબજોપતિ એલન માસ્કએ પોતાનો વિશાળ બંગલો છોડી દઈ ટેક્સાસમાં માત્ર  50 હજાર ડોલર ( અંદાજે 37 લાખ રૂપિયા ) નું 375 સ્કવેર ફૂટનું મકાન લીધું છે. જે ટ્વીટર ઉપર તેમણે બતાવ્યું છે.

The SpaceX ફાઉન્ડર એલને ટેક્સાસમાં લીધેલું આ મકાન બોકો ચિકામાં આવેલું છે.જ્યાં એલનની કંપની સ્ટરબેસનું મુખ્ય કાર્યાલય આવેલું છે.જેને સ્ટુડિયો  સ્ટાઇલ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવ્યું છે.તથા ઈન્ટીરીઅર ડેકોરેટરથી ખુબસુરત કરાયું છે.ઘરમાં એક  મોટો હોલ છે. જેમાં જરૂરિયાત પ્રમાણે જુદા જુદા વિભાગો રાખવામાં આવ્યા છે. ઘરમાં લાઉન્જ સ્પેસ છે, કિચન એરિયા છે, બાથરૂમ છે, જેની બાજુમાં ડાઇનિંગ ટેબલ છે.જેના ઉપર ત્રણ લોકો બેસીને ભોજન લઇ શકે છે. લિવિંગ એરિયામાં આરામદાયી સોફા છે. તથા અલગ બેડરૂમ છે.
એલન મસ્કએ ખુદે ટ્વીટર ઉપર પોતાનું ઘર બતાવી જણાવ્યું છે કે મેં 50 હજાર ડોલરમાં લીધેલું આ મકાન ખુબ સરસ છે.તેને પોતાનું બે એરિયાવાળું મકાન વેચવાની પણ ટ્વીટર ઉપર જાહેરાત કરી છે.નવા મકાનને ડિઝાઇન કરનારા ડિઝાઈનરોનું કહેવું છે કે વર્તમાન કોવિદ -19 સંજોગોમાં લોકો પાસે નાણાંની તંગી છે તેવા સમયે આવા  મકાન ખુબ યોગ્ય સાબિત થશે.

છેલ્લા એક વર્ષ દરમિયાન 50 વર્ષીય એલને પોતાની મોટા  ભાગની પ્રોપર્ટી વેચી નાખી છે.તેઓને ફ્યુચર મેગેઝીને 167 .3  બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા વિશ્વના ત્રીજા નંબરના અમીર  તરીકે ઘોષિત કરેલા છે.તેવું ડી.એમ.દ્વારા જાણવા મળે છે.

(9:58 pm IST)