એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd July 2021

અમેરિકામાં ન્યૂજર્સીના સૌપ્રથમ શીખ અમેરિકન એટર્ની જનરલ શ્રી ગુરબીર ગ્રેવાલનું રાજીનામુ : 26 જુલાઈથી સિક્યુરિટી એક્સચેન્જ કમિશનના ડિરેક્ટર તરીકે જોડાશે

ન્યુજર્સી : અમેરિકામાં ન્યૂજર્સીના સૌપ્રથમ શીખ અમેરિકન એટર્ની તરીકેનો વિક્રમ સર્જનાર શીખ અમેરિકન શ્રી ગુરબીર ગ્રેવાલએ હોદા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. જેના કારણમાં જણાવાયા મુજબ તેઓ 26 જુલાઈથી સિક્યુરિટી એક્સચેન્જ  કમિશનના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના  ડિરેક્ટર તરીકે જોડાશે .

શ્રી ગ્રેવાલએ 29 જૂનના રોજ રાજીનામુ આપતી વખતે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની કામગીરી વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ડિપાર્ટમેન્ટનું કામ કાયદાનો ભંગ કરનારાઓને શોધી  કાઢી તેમને સજા  અપાવવાનું છે. આ કામગીરી કરવા મળશે તેનો મને રોમાન્ચ છે.

ઉલ્લેખનીય છે કે ન્યુજર્સી એટર્ની જનરલ તરીકે તેમની 2018 ની સાલમાં નિમણુંક થઇ હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(1:28 pm IST)