એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 3rd July 2021

કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ વેક્સિનના બીજા ડોઝમાં ' મોડર્ના ' વેક્સીન લીધી : પ્રથમ ડોઝ ' એસ્ટ્રાજેનકા ' નો લીધો હતો

ટોરોન્ટો : જુદી જુદી કંપનીઓ દ્વારા બનાવાયેલી વેક્સીન મામલે ભારે ગુંચવાડો જોવા મળી રહ્યો છે. જે કંપનીની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે કંપનીનો જ બીજો ડોઝ  લેવો જોઈએ  તેવું મોટા ભાગના લોકો માને છે.

પરંતુ અમુક  નિષ્ણાતોના મતે બંને ડોઝ જુદી જુદી કંપનીના હોય તો પણ લઇ શકાય છે. જે મુજબ તાજેતરમાં કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ વેક્સિનના બીજા ડોઝમાં ' મોડર્ના ' વેક્સીન લીધી છે. જયારે પ્રથમ ડોઝ તેમણે  ' એસ્ટ્રાજેનકા ' નો લીધો હતો .

જેના કારણમાં કેનેડાની હેલ્થ ઓથોરિટીએ જણાવ્યું હતું કે વેક્સિનેશનનો પ્રથમ ડોઝ ' એસ્ટ્રાજેનકા ' નો લીધો હોય અને બીજો ડોઝ  ' મોડર્ના ' અથવા ફાઇઝર વેક્સિનનો લેવામાં આવે તો ઇમ્યુનીટી વધે છે. આ માટે તેમણે જર્મનીમાં થયેલા અભ્યાસનો હવાલો આપ્યો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)