એન. આર. આઈ. સમાચાર
News of Friday, 6th July 2018

''ગ્રીન વોકથોન ૨૦૧૮'': BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેલિફોર્નિયાના ચીનો હીલ્સ ખાતે કરાયેલા આયોજનમાં ૮૦૦ જેટલા લોકો સહભાગી બન્યાઃ ચેરીટી માટે પાંચ માઇલનું વોકીંગ કર્યુ

     કેલિફોર્નિયા:    કેલિફોર્નિયાના ચીનો હીલ્સ ખાતે આવેલ બી..પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ''ચેરીટી'' માટે ગ્રીન વૉક ૨૦૧૮ નું આયોજન ગોઠવાયું હતું. સવારથી અબાલ-વૃધ્ધ,મહિલાઓ પરીવાર સહ સૌનું આગમન શરુ થયું હતું. ખૂબજ સુંદર આયોજન ના કારણે સૌને રજીસ્ટ્રેશન બાદ નાસ્તાની વ્યવસ્થામાં સુગમતા રહિ હતી. સહયોગ માટે સ્વયંમસેવકોનું કાર્ય ઉમદા હતું.

            ગ્રીન વૉક ' નેચર કન્ઝર્વન્સી ' ના સહયોગ માટે યોજાયો હતો... કાર્યક્રમના આરંભે સંસ્થા દ્વારા ચીનો હીલ્સની વિવિધ સંસ્થાઓને તેમના યોગદાન બદલ ફાળો અર્પણ કરવામાં આવ્યો હતો, ચેર પર્સન તથા સ્વયંમસેવકો દ્વારા કાર્ય ઉત્સાહ પૂર્વક પૂર્ણ થયું હતું.

           ત્યાર બાદ પાંચ માઈલના વૉક માટે સૌએ મુખ્ય ગેટ તરફ પ્રસ્થાન કર્યુ. જ્યાથી અંદાજે ૮૦૦ જેટલી વ્યક્તીઓએ ઉમદા કાર્યમાં  સહભાગી થવા પ્રસ્થાન કર્યું. પ્રસંગે બ્રહ્મકાલીન શ્રી પ્રમુખસ્વામી મહારાજ તથા પરમ બ્રહ્મ સ્વરુપ શ્રી મહંતસ્વામીના આર્શિવાદ મેળવવામાં આવ્યા હતા. પ્રસંગે સ્વયંમસેવક શ્રી દીપેશ પટેલની વ્યક્તિગત સૌથી વધુ ફાળો લાવવા બદલ સંસ્થાએ તેમને સન્માન્યા હતા, અન્ય કેટેગરીમાં પણ વ્યક્તિગત સન્માન કરવામાં આવ્યું હતું ... પરંતુ બાલ કેટેગરીમાં યશ પટેલ અને ક્રીશા પટેલને પણ અન્ય બાળકો સાથે સન્માન મળ્યું હતું. જોગાનુંજોગ વર્ષોથી વ્યક્તિગત કેટેગરીમાં સન્માન પામતા શ્રી દીપેશ પટેલના  પુત્ર યશ અને પુત્રી ક્રીશાનું સન્માન પ્રેરણાદાયી હતું.

          બપોરના સમયે પ્રીતી-ભોજનનો આનંદ સૌએ માણ્યો હતો, અંતે શ્રી અક્ષરવંદન સ્વામીએ વ્યક્તિગત રૂપે સૌ હરીભક્તોને મળીને આર્શિવાદ પાઠવ્યા હતા. વર્ષોથી ચાલી આવતી સંસ્થાની આ પ્રથાને ઉજાગર કરનાર સૌ કાર્યકર્તા અભિનંદનને પાત્ર છે

તેવું શ્રી હર્ષદરાય શાહ અને શ્રી કાન્તિભાઇ મિસ્ત્રી,કેલિફોર્નિયાની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:05 pm IST)