એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 4th July 2018

ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO): જુદા જુદા ૩૫ દેશોમાં વસતા ભારતીયોના પ્રશ્નો હલ કરી તેઓને સંગઠીત કરવા ૧૦૦ જેટલા ચેપ્‍ટર્સ દ્વારા કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ જુન ૨૦૧૮માં વિવિધ ચેપ્‍ટર્સ દ્વારા ઉજવાયેલ પ્રોગ્રામનો અહેવાલ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ જુદા જુદા દેશોમાં વસતા ભારતીયોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)''ના ઉપક્રમે ચાલુ માસમાં અમેરિકામાં જુદા જુદા શહેરોમાં વિવિધ પ્રોગ્રામ યોજાઇ ગયા તેવું GOPIO ન્‍યુઝ બુલેટીન દ્વારા જાણવા મળે છે.

GOPIO ન્‍યુજર્સી,કનેકટીકટ,તથા વર્જીનીઆ ચેપ્‍ટરના ઉપક્રમે ‘‘૨૦૧૮ એવોર્ડસ બેન્‍કવેટ પ્રોગ્રામ''નું આયોજન કરાયું હતું. જેમાં રાજકિય આગેવાનો જેવા કે વાઇસ પ્રેસિડન્‍ટ પદ માટેના ડેમોક્રેટ ઉમેદવાર સેનેટર ટિમ કૈને, વર્જીનીઆ કોંગ્રેસમેન ગેરાલ્‍ડ કોન્‍નોલી, સેનેટર રિચાર્ડ બ્‍લુમેન્‍થલ, કનેકટીકટ કોંગ્રેસમેન જીમ હાઇમ્‍સ,કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી ન્‍યુયોર્ક ખાતેની કોન્‍સ્‍યુલેટ ઓફિસના શ્રી દેવીપ્રસાદ મિશ્રા, કોમ્‍યુનીટી અફેર મિનીસ્‍ટર શ્રી અનુરાગ કુમાર, અનેક શહેરોના મેયરો,સ્‍ટેટ સેનેટર્સ, તથા પ્રતિનિધિઓ જોડાયા હતા.

નોર્થ મોરેશીઅસ તથા મુસ્‍લિમ લેડીઝ કાઉન્‍સીલ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવાઇ હતી તથા મોરેશીઅસમાં મહિલાઓને કપાળમાં બિંદી લગાવવાની મનાઇ તથા મંગલસૂત્ર જેવા આભૂષણો જાહેરમાં ન દેખાય તેવી રીતે પહેરવાના આદેશનો વિરોધ કરાયો હતો.

ઓકલેન્‍ડ સેન્‍ટર ચેપ્‍ટરના ઉપક્રમે સિનીયરો માટે ‘‘ગોલ્‍ડન ઇયર્સ ઓફ ઓલ્‍ડ એજ'' વિષય ઉપર વર્કશોપનું આયોજન કરાયુ હતું.

ફ્રાન્‍સમાં પેરિસ વીમેન કાઉન્‍સીલના ઉપક્રમે ‘‘એન્‍યુઅલ મધર્સ ડે'' ઉજવાયો હતો.

કેરિટોસ કેલિફોર્નિયામાં લોસ એન્‍જલસ, ઓરેજ કાઉન્‍ટી, તથા આઇલેન્‍ડ એમ્‍પાયરએ અમેરિકન હેરિટેજ ફાઉન્‍ડેશન સાથે મળીને ૩૨મા ઇન્‍ડિયા હેરિટેજ ડેની ઉજવણી માટે જોડાણ કર્યુ હતું.

ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૧૦મા વાર્ષિક ગાલા બેન્‍કવેટ પ્રોગ્રામમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનાર કોમ્‍યુનીટી મેમ્‍બર્સનું બહુમાન કરાયુ હતુ.જેમાં ચિફગેસ્‍ટ તરીકે ન્‍યુયોર્ક ખાતેના ભારતના એમ્‍બેસેડર શ્રી સંદીપ ચક્રવર્તી હાજર રહ્યા હતા. જેમની સાથે ન્‍યુજર્સી સ્‍ટેટ એસેમ્‍બલીમેન શ્રી રાજ મુખરજી, તથા એન્‍ડ્રયુ ઝિવકર, વેસ્‍ટ વિન્‍ડસર મેયર શ્રી હેમંત મરાઠે સાઉથ બ્રન્‍સવીક મેયર ચાર્લ્‍સ કાર્લે, તથા કાઉન્‍સીલ વુમન સશ્રી અર્ચના ગ્રોવરએ હાજરી આપી હતી. ગાલા ડિનર પ્રોગ્રામમાં ૪૦૦ ઉપરાંત આમંત્રિતો ઉપસ્‍થિત હતા. તેમજ મનોરંજન પ્રોગ્રામનું પણ આયોજન કરાયુ હતુ.

આ તકે ડો.રાજીવ મહેતાએ ઉપસ્‍થિતોનું સ્‍વાગત કર્યુ હતું. તથા ડો.તુષાર પટેલએ GOPIO સેન્‍ટ્રલ  જર્સી ચેપ્‍ટર પ્રેસિડન્‍ટ તરીકે ચાર્જ લીધો હતો. તથા મેમ્‍બરની સંખ્‍યા વધારવા, તેમજ કોમ્‍યુનીટીના આરોગ્‍યને લગતા ઉપરાંત ઘરેલું હિંસા વિષયક તથા સિનીયરોના પ્રશ્નો હલ કરવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.

GOPIO ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે જુદા જુદા અગ્રણીઓને તેમના જુદા જુદા ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ વિવિધ ખિતાબોથી નવાજવામાં આવ્‍યા હતા. જેમાં કોંગ્રેસમેન ફ્રાંક પાલ્લોન, શ્રી ક્રિશ્ના નિધિ ફાઉન્‍ડેશન, શ્રી અશોક લુહાડીઆ, તથા સિબી વેદાકેકર, તથા સુશ્રી રિના શાહ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

ઉપરાંત ભારતના એમ્‍બેસેડર શ્રી સંદીપ ચક્રવર્તીના વરદ હસ્‍તે પરીખ વર્લ્‍ડવાઇડ મિડીયાના ડો.પરીખ, TVAsiaના શ્રી એચ. આર શાહ, અસાધ્‍ય રોગ સાથે ઝઝુમનાર ૧૫ વર્ષીય સ્‍પર્શ શાહ, ન્‍યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના કો.ફાઉન્‍ડર તથા પ્રેસિડન્‍ટ શ્રી અમિત જાની, પબ્‍લીક સર્વીસ ક્ષેત્રે કાર્યરત શ્રી પિનાકીન પાઠક, NATA પ્રેસિડન્‍ટ શ્રી રાજેશ્વર ગંગાસાની રેડ્ડી, સહિતનાઓને GOPIO સેન્‍ટ્રલ જર્સી એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા. આ તકે ૨૦૦ લોકોની ઉપસ્‍થિતિની અપેક્ષાએ ૩૭૦ લોકો ઉમટી પડયા હતા. આ તકે GOPIO CJ પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી દિનેશ મિત્તલ,, ૧૯૮૯ની સાલથી GOPIO ફાઉન્‍ડર ડો.થોમસ અબ્રાહમએ પ્રાસંગિક ઉદબોધનો કરતા જણાવ્‍યું હતું કે ૩૫ દેશોમાં GOPIO ના ૧૦૦ જેટલા ચેપ્‍ટર્સ કાર્યરત છે.

અંતમાં ડિનર તથા મનોરંજન કાર્યક્રમનો આનંદમાણી સહુ છુટા પડયા હતા. ૩ જુન ૨૦૧૮ના રોજ યોજાયેલા આ પ્રોગ્રામ વિષયક વિશેષ માહિતિ માટે ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્દર્ષ્ટીદ્દફૂશ્ર૪૩૪ર્ક્‍ક્કીત્ર્ં.ણૂંળનો સંપર્ક સાધવા ઞ્‍બ્‍ભ્‍ત્‍બ્‍ સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટર પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(12:10 am IST)